બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં આંકલાવ તાલુકાના રામપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી અફીણના વાવેલા આશરે 780 છોડ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે એક વૃદ્ઘને ઝડપી લઈને એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ આંકલાવ પોલીસ મથકે ગુનો દાખલ કરીને એસઓજી પોલીસે તપાસ માટે કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટએ રીમાન્ડ નામંજુર કરી જયુડીસીયલ કસ્ટડીમાં ધકેલી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડની તે ફોર્મ્યુલા..BJP કર્ણાટકમાં હિટ કરવાનો કરશે પ્રયાસ!


મળતી વિગતો અનુસાર આંકલાવથી ત્રણેક કીમી દુર આવેલા રામપુરા ગામની સીમમાં મગનભાઈ કાભઈભાઈ પરમારનું ૫૫ ગુંઠા જેટલું ખેતર આવેલું છે. જેમાં તેઓ તમાકુ અને શાકભાજીનો પાક કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમાકુ અને શાકભાજીના પાકની વચ્ચે કોઈને પણ ખબર ના પડે તે રીતે અફીણના છોડવાનું વાવેતર કરતા હતા.  દરમ્યાન આ અંગેની જાણ પોલીસને થઈ જતાં  પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી. કે. દિયોરાની આગેવાની હેઠળ પોલીસની ટીમે છાપો મારીને તપાસ કરતા ખેતરમાં તમાકુ અને શાકભાજીના પાકની વચ્ચોવચ્ચ વાવેલા અફીણના છોડવા મળી આવ્યા હતા. 


અંબાજીમાં મેઘો ત્રાટક્યો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!


જેની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવતા એફએસએલના અધિકારીઓ નાર્કો કીટ સાથે રામપુરા ખાતે પહોંચી ગયા હતા અને ઉગાડેલા છોડનું પૃથ્થકરણ કરતા તે નશીલો પદાર્થ અફીણ જ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે ગણતરી કરતા કુલ 780 જેટલા છોડવા થવા પામ્યા હતા. જેનું વજનકરતા 65.200 કિલોગ્રામ જેટલું થવા પામ્યું હતુ. જેની કિંમત 3.91 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ઉક્ત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય, આ તારીખથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી


પોલીસે પકડાયેલા ખેડુત મગનભાઈ પરમારની પ્રાથમિક પુછપરછ કરતા તેણે પોતાના પીવા માટે અફીણના છોડવાનું વાવેતર કર્યું હોવાની કબુલાત કરી હતી. પરંતુ મોટી માત્રામાં છોડવા મળી આવતાં પોલીસે તેના વિરૂદ્ઘ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરતા કોર્ટએ રીમાન્ડ નામંજુર કરી આરોપીને જયુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.