ગૌરવ પટેલ/અમદાવાદ :રાધનપુર (Radhanpur) વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પર રાજ્ય આખાની નજર ટકેલી છે. કેમકે આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (alpesh thakor) ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસ (Congress) માંથી ચૂંટાયેલા અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપ (BJP) નો ખેસ ધારણ કરનાર અલ્પેશની શાખ આ બેઠક પર દાવે લાગી છે. તેમની સામે કોંગ્રેસે રઘુ દેસાઇ (Raghu Desai) ને મેદાને ઉતાર્યા છે. આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો ઠાકોર સમાજ અને ત્યાર બાદ ચૌધરી સમાજના ધારાસભ્યો અહીંથી ચૂંટાયા આવ્યા છે. ભાજપાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી (Shankar Chaudhary) ત્રણ વાર આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે વર્ષ 2010માં નવુ સીમાંકન આવતાં તેમણે બેઠક છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બેઠકના ગણિત પર એક નજર કરીએ.... 


ભૂજ-પાલનપુર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, જુઓ કઈ કઈ ટ્રેનોને થઈ અસર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાન ચુટણીને ધ્યાને લઇને જ્ઞાતી આધારે મતદારો પર નજર કરીએ તો
ઠાકોર 72742
પાટીદાર 1182
પ્રજાપતિ 6598
ચૌધરી 23263
દલિત 17279
બ્રાહ્મણ 5908
રબારી 14498
ઠક્કર 5019
મુસ્લિમ 21250
નાઇ 2394
સોની 727
ગોસ્વામી 4698
રાવળ 4895
પંચાલ 3852
દરજી 1798
ભીલ 3809
નિ.ઠાકોર 7315
નાડોદા 9760
બજાણીયા 1732
ગઢવી 1649
વાદી 1956
આહિર 14513
દરબાર 5609
ભરવાડ 4986
સથવારા 357


આ ઉપરાંત અન્ય 14629 મળી રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ 258210 મતદારોનો સમાવેશ થાય છે, જે અગામી ધારાસભ્ય કોણ એ નક્કી કરશે. 


મશીનમાં દોરા સાથે ગોળ ગોળ ફર્યો કામદાર, રુંવાડા ઉભા દેશે સુરતની કંપનીનો આ Video


રાધનપુરમાં આમતો 1997 થી ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આશાવાદી દેખવા મળી રહી છે. રાધનપુર મતક્ષેત્રમાં થયેલ ચૂંટણીના ઇતિહાસમાં રાધનપુરની પ્રજાએ આજસુધી પક્ષ પલ્ટુ નેતાને ક્યારેય જીતાડ્યા નથી. અને એટલે આ વખતે કોંગ્રેસ પાસે કોંગ્રેસ પક્ષને છોડીને ભાજપમાં ગયેલ અલ્પેશ ઠાકોરને રાધનપુરની પ્રજા હરાવશે તે આશા બંધાઈ છે અને એટલેજ આ વખતે ભાષણોમાં પણ વિકાસની ગાથાઓ સાઈડમાં રહી જાય છે અને પક્ષપલ્ટુના પ્રહાર પહેલા જોવા મળે છે.


રાધનપુરમાં અત્યાર સુધી કોનું કોનુ રાજ રહ્યું


  • 1962


પોરાણીયા દેવકરણ જીવણલાલ, કોંગ્રેસ - 20044 મત (15324 મતે વિજય) 
અમૃતભાઇ મોતીભાઇ બારોટ, સ્વતંત્ર પક્ષ 4720 મત


  • 1967


આર. કે. જાડેજા, સ્વતંત્ર પક્ષ - 19044 મત (1833 મતે જીત) 
પોરાણીયા દેવકરણ જીવણલાલ, કોંગ્રેસ - 17211


  • 1972


નિર્મલા લાલભાઇ ઝવેરી, કોંગ્રેસ - 18795 મત (9971 મતે વિજય)
સેંદ અભાલ એલ ઠાકુર, નેશનલ કોંગ્રેસ (ઓ) - 8824 મત


  • 1975


ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ - 30960 મત (19903 મતે વિજય)
કાશીભાઇ હરજીવન દાસ પટેલ, કિસાન મજદુર લોકપક્ષ - 11057 મત 


  • 1980


ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 30267 મત (10305 મતે વિજય)
હિમતલાલ ત્રિભોવનદાસ મુલાણી, જનતા પાર્ટી(જેપી)-  19962


  • 1985


ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 50574 (43766 મતે વિજય)
વાલજીભાઇ ગંગારામ ઠક્કર, ભાજપ - 6788


  • 1990


હિમતલાલ ત્રિભોવનદાસ મુલાણી, જનતાદળ - 28744 (5167 મતે જીત)
ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 23582


  • 1995


લવિંગજી મુળજી સોલંકી, કોંગ્રેસ 26403 (307 મતે વિજય)
મેમાભાઇ ડોસાભાઇ ચૌધરી, ભાજપ - 26096


  • 1998


શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 39700 (17422 મતે વિજય)
લવિંગજી મુળજી સોલંકી, કોંગ્રેસ - 22278


  • 2002


શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 63297 (10050 મતે વિજય)
લવિંગજી મુળજી ઠાકોર, કોંગ્રેસ - 53247


  • 2007


શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 55507 (27736 મતે વિજય)
રધુભાઇ મેરાજભાઇ દેસાઈ, કોંગ્રેસ - 27771


  • 2012


નાગરજી હરચંદજી ઠાકોર, ભાજપ - 69493 (3834 મતે વિજય)
ભાવસિંહ ડાયાજી રાઠોડ, કોંગ્રેસ - 65659


  • 2017


અલ્પેશ ખાડાજી ઠાકોર, કોંગ્રેસ - 85777 (14857 મતે વિજય)
લવિંગજી મુળજી ઠાકોર, ભાજપ - 70920


રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં ગામે ગામ ખૂંદવા માટે તેમજ લોકોને આકર્ષવા માટે મોટા કદના નેતાઓ એટલે કે ખુદ મંત્રીઓને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :