આશ્કા જાની/ અમદાવાદ : આજે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ બહાર abvpના કાર્યકરો દ્વારા બેનરો લઈ વિરોધ કરી રહ્યા છે. જેમાં JNUમાં હિંસા અંગે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ બાદ અમદાવાદમાં ABVPનો વિરોધ કેવા આવી રહ્યો છે. તેઓ ડાબેરીઓને લાલ આંતંકીઓ ગણાવી વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં થયેલી હિંસા અંગે abvpની માંગ છે કે દોષીતો સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે અમદાવાદમાં હિંસા કરનાર ગુંડાઓની અટકાયત ના થવા અંગે abvp એ મૌન જ પાળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ, ખાસ જાણો તેના વિશે

અત્રે ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં હિંસા મુદ્દે ડાબેરી પક્ષો એબીવીપી પર આક્ષેપો કરી રહ્યા છે તો એબીવીપી દ્વારા ડાબેરી પક્ષો પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હાલ તો આ મુદ્દે શંકાસ્પદ આરોપીઓનાં સ્કેચ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હુમલા અંગે કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. જેના કારણે સામાન્ય નાગરિકથી માંડીને રાજકારણીઓમાં મતમતાંતર અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ જ હિંસાના અનુસંધાને એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે અમદાવાદમાં પણ લોહીયાળ મારામારી થઇ ચુકી છે. હાલ આ મુદ્દે પણ સામસામે આક્ષેપબાજી થઇ રહી છે પરંતુ કોઇની ધરપકડ થઇ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube