Paper Leak News Live Update : પેપરલીક કાંડ પર ABVP નું સરકારને અલ્ટીમેટમ, 24 કલાકમાં નવી તારીખ જાહેર નહિ તો...
Paper Leak News Live Update : ભાજપની વિદ્યાર્થી પાંખનું સરકારને અલ્ટિમેટમ... 24 કલાકમાં નવી તારીખ જાહેર નહીં કરો તો રસ્તા પર ઉતરીશું...ABVPએ કહ્યુ- પેપર લેવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી...
Gujarat Paper Leak સમીચ બલોચ/ઉદય રંજન/ગાંધીનગર : પેપર લીક મામલે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો છે. એક પેપરલીક અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું. પેપરલીકનો ખેલ ખેલનારા આરોપીઓને તો દબોચી લેવાયા, પરંતુ વારંવાર થતા પેપરલીક આખરે ક્યારે અટકશે, અને વિદ્યાર્થીઓનું ભાવિ ક્યાં સુધી આ રીતે બગડશે. ત્યારે હવે, વિદ્યાર્થી સંગઠન એબીવીપી હવે આકરા પાણીએ આવ્યુ છે. ભાજપની વિદ્યાર્થી પાંખનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, 24 કલાકમાં નવી તારીખ જાહેર નહીં કરો તો રસ્તા પર ઉતરીશું. ABVPએ કહ્યુ- પેપર લેવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવા મામલે abvp ના કાર્યકરોમાં રોષ વ્યાપી નીકળ્યો છે. Abvp ના કાર્યકરો ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. એબીવીપીએ 7 માંગણી ઓ સાથે સરકારને આપવા આવેદનપત્ર પત્ર તૈયાર કર્યું છે. ત્યારે કર્મયોગી ભવન ના ગેટ નંબર 1 પર જ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.
Abvp ની માંગણીઓ
24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે
20 દિવસમાં ફરી પરીક્ષા લેવામાં આવે.
જવાબદાર સામે રાજદ્રોહના ગુના હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.
Sit ની રચના કરવામાં આવે
ઉમેદવારોની રહેવા અને જમવાની અને મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવે
24 કલાક માં પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નિર્ણય નહિ લેવામાં નહિ આવે તો ફરી આવેદનપત્ર આપવામાં આવશે
ઉગ્ર વિરોધ કરશે એબીવીપી
વલસાડ ખાતે ABVP એ વિરોધ પ્રદર્શન કર્યું. એપીવીબી સંગઠન વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યું છે. એબીવીપીએ નેશનલ હાઇવે 48 પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. મુંબઇ અમદાવાદ હાઇવે બંધ કરી રસ્તા પર બેસી વિરોધ દર્શાવ્યો. ત્યારે સ્થાનિક પોલીસે ABVP ના કાર્યકર્તાઓને હાઇવે પર થી હટાવી હાઇવે શરૂ કરાવ્યો હતો. Abvp એ સરકારને ચીમકી આપી કે, સરકાર બે દિવસ માં બીજી પરીક્ષાની બીજી તારીખ ડિકલેર નહિ કરે તો ઉગ્ર વિરોધ કરશે. AVBP ના કાર્યકર્તાઓએ હાઈવે પર સૂત્રોચ્ચાર સાથે આકરો વિરોધ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો :
પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે મુખ્ય આરોપી કેતન બારોટ
સરકારને કોનો ડર : 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થયા
અત્યાર સુધી પકડાયેલ આરોપીના નામ
પ્રદીપ કુમાર નાયક,ઓડીસા
મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,
કમલેશ કુમાર ચૌધરી,બિહાર
મોહમદ ફિરોજ, બિહાર
સવેશકુમાર સિંગ,બિહાર
મિન્ટુ રાય, બિહાર
મુકેશકુમાર,બિહાર
પ્રભાતકુમાર ,બિહાર
અનિકેત ભટ્ટ,બરોડા
ભાસ્કર ચૌધરી,બરોડા
કેતન બારોટ,અમદાવાદ
વડોદરામાં સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર બહાર વિરોધ
તો બીજી તરફ, પેપર લીક થવા મામલે વડોદરામાં પણ વિરોધ જોવા મળ્યો. વડોદરામાં ABVP કાર્યકર્તાઓ દ્વારા વડોદરાની સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર, જ્યાંથી પેપરલીક થયુ હતું ત્યા વિરોધ પ્રદર્શન કરાયું. કોચિંગ સેન્ટરનો ડાયરેકટર ભાસ્કર ચૌધરી પેપર લીકનો મુખ્ય સૂત્રધાર હતો. તેથી ABVP એ પોસ્ટરો સાથે સેન્ટરની બાહર હંગામો કરી વિરોધ નોંધાવ્યો. વડોદરામાં ABVPએ પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો.
સેકન્ડ હેન્ડ કાર લેવી હોય તો આ શહેરમાં પહોંચી જાઓ... ગલીએ ગલીએ ગાડીઓના વાડા દેખાય છે