અતુલ તિવારી, અમદાવાદ: પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનને આગળ વધારતા આજે ABVP ના કાર્યકરોએ પ્રવેશ શુદ્ધિ યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વીસીની ચેમ્બર નીચે યજ્ઞ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ વિરોધના ભાગરૂપે રજીસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું જેવા કાર્યક્રમો આપ્યા છે. ગુજરાત યુનિવર્સીટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરાઈ છે તેમને બદલવાની ABVP માંગ કરી રહ્યું છે.


ગત વર્ષે યુનિવર્સીટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કોલેજોની બેઠકો ભરવામાં આવી હતી જેનો કર્યો હતો વિરોધ, હવે આ વર્ષે પણ ABVP પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે. ખાનગી બેઠકો કરતા પહેલા સરકારી તમામ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


ગુજરાત યુનિવર્સીટીના વીસી, પ્રોવીસી, રજીસ્ટ્રાર અને શિક્ષણમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે... તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે જેવા મંત્રોચ્ચાર કરી રામધૂન કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube