વર્ષ 2023-24 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 11 માર્ચ 2024થી શરૂ થશે બોર્ડની પરીક્ષા, 21 દિવસનું દિવાળી વેકેશન
Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને 21 દિવસનું દિવાળી તો 35 દિવસનું ઉનાળું વેકેશન મળશે.
ગાંધીનગરઃ વર્તમાન શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો, દીવાળીની રજાઓ, ઉનાળુ વેકેશન સહિત તમામ તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું કેલેન્ડર
ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી પ્રશમ સત્ર રહેશે. એટલે કે પ્રથમ સત્રમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ 21 દિવસનું દીવાળી વેકેશન 9 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 30 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે.
ક્યારે શરૂ થશે પરીક્ષા
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. જ્યારે 28 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube