વડોદરા : તાલુકા પંચાયતના TDO અને ક્લાર્ક 15-15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
વ્યવસાય વેરાના લાયસન્સ અંગે વેપારી પાસેથી લાંચ માંગી હતી જો કે એસીબીએ છટકુ ગોઠવીને બંન્નેને રંગે હાથ ઝડપી લીધા હતા
વડોદરા : તાલુકા પંચાયતના ટીડીઓ અને ક્લાર્ક એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબીએ મળેલી ફરિયાદના આધારે કાવતરૂ ઘડીને એસીબી ક્લાર્ક રાજેશ ખોકીયા અને ટીડીઓ તપન ત્રિવેદીને 15000 15000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. બંન્નેએ વ્યવસાય વેરાના લાયસન્સ માટે વેપારી પાસે લાંચ માંગી હતી. વેપારીએ લાંચ અંગેની જાણ એસીબીને કરી હતી. જેથી એસીબીએ છટકુ ગોઠવીને બંન્નેને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.