Biggest bribe in AMC history: AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક રાજકોટના મનસુખ સાગઠિયા સમકક્ષ લાંચ લેવામાં માહેર નીકળ્યો છે. નારણપુરા સ્થિત નિવાસસ્થાને 20 લાખ રોકડ રકમ હોવા અંગે ACBએ સર્ચ શરૂ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2 ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ₹20,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે,જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ને ચકાસણી અને જડતી ચાલી રહેલ છે.



આ ઘટનાના આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. 
ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.