નીતિન પટેલનો સ્વિકાર: અધિકારીઓ પાસે કામ લેવું એટલે સાત કોઠા વિંધવા સમાન
મહેસાણાનાંકહીપુરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. અધિકારીઓ સાથે મંત્રીઓ તથા MLAનાં ગજગ્રાહને અધિકારીક મહોર લાગી ચુકી છે. નાયબ મુખ્યપ્રધાને મહેસાણામાં અધિકારીક રીતે જણાવ્યું કે, કોઇ પણ કામ માટે સાત કોઠા વિંધવાનાં હોય છે. તેમણે સ્વિકાર્યું કે ધારાસભ્યોને સમસ્યા થાય તે સ્વાભાવિક છે. કારણ કે અમે મંત્રી છીએ તેમ છતા પણ વહીવટી તંત્ર અને તેનાં ઉચ્ચ અધિકારીઓની પાછળ પડવું પડે છે. કામ મુદ્દે સતત તેમની પાસેથી ફોલોઅપ લેતા રહેવું પડે છે.
તેજસ મોદી/ મહેસાણા : મહેસાણાનાંકહીપુરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. અધિકારીઓ સાથે મંત્રીઓ તથા MLAનાં ગજગ્રાહને અધિકારીક મહોર લાગી ચુકી છે. નાયબ મુખ્યપ્રધાને મહેસાણામાં અધિકારીક રીતે જણાવ્યું કે, કોઇ પણ કામ માટે સાત કોઠા વિંધવાનાં હોય છે. તેમણે સ્વિકાર્યું કે ધારાસભ્યોને સમસ્યા થાય તે સ્વાભાવિક છે. કારણ કે અમે મંત્રી છીએ તેમ છતા પણ વહીવટી તંત્ર અને તેનાં ઉચ્ચ અધિકારીઓની પાછળ પડવું પડે છે. કામ મુદ્દે સતત તેમની પાસેથી ફોલોઅપ લેતા રહેવું પડે છે.
સુરત: ચાઇનીઝનાં 120 રૂપિયા માટે લિંબાયતમાં લારી માલિકનું મોત, લોકોમાં અસંતોષ
નીતિન પટેલે જણાવ્યું કે, અધિકારીઓને કોઇ પણ કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો, જો આપ્યો છે તો કામ કેટલે પહોંચ્યું ? જરૂરી કામકાજ માટેનો માલસામાન કેટલે પહોંચ્યો? વગેરે તકેદારી રાખવી પડે છે. અધિકારીઓ યોગ્ય ધ્યાન પણ રાખતા નથી તેવું જણાવતા નીતિન પટેલે કહ્યું કે, ગામના લોકો જેટલા જાગૃત હોય, સરપંચ જાગૃત હોય તેટલું સારુ કામ થાય તેવું તેમણે નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે મંત્રી કામ અધિકારીઓને સોંપીને પોતે નિશ્ચિંત થઇ જતા હોય છે. તમામ કામ અને ફોલોઅપ અધિકારીઓ જ કરતા હોય છે. જો કે ગુજરાતમાં હાલ ઉંધુ થઇ ચુક્યું છે. અધિકારીઓ કામને ભુલી જાય છે મંત્રીઓએ વારંવાર ફોલોઅપ કરતા રહેવું પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube