સુરત :  વેસુ વિસ્તારમાં આવેલી વીઆઇપી રોડ પર શ્યામ બાબા મંદિર નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેના CCTV હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લાલ કલરની એક કાર ફૂલ સ્પીડમાં પસાર થઇ રહી છે અચાનક ગાડીની આગળની બ્રેક ચોંટી જવાના કારણે તે રોડ પર ધસડાઇ વિરુદ્ધ દિશામાં થઇ જાય છે અને ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઇને પલટી મારી જાય છે. હાલ તો પ્રાથમિક તબક્કે હેન્ડબ્રેકમાં તકલીફ થઇ હોય અથવા તો સ્ટિયરિંગ લોક થઇ ગયું હોય અને દુર્ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરપિંડી કરનારો શખ્સ દિલ્હીથી ઝડપાયો

વેસુ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માત અંગે સ્થાનિકોનું કહેવું છે કે, આ અકસ્માત સ્ટીયરીંગ પરથી ડ્રાયવરનો કાબુ ગુમાવ્યા બાદ સર્જાયો હોય તેવી શક્યતા વધારે છે. જો કે કારની સ્પીડ વધારે હોવાનાં કારણે ગાડી પલ્ટી મારી ગઇ હતી. આ વિસ્તારમાં મોટે ભાગે કાર અને બાઇક સવારની સ્પીડ વધારે હોવાથી અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે. આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બમ્પર લગાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જો કે તંત્ર દ્વારા આ મુદ્દાને ધ્યાન આપવામાં નથી આવતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube