બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર
અમદાવાદની બીઆરટીએસ બસો અકસ્માતો (accident) માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજો અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જોકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. કયા કારણોસર અકસ્માત સર્જાયો એની હાલ સ્પષ્ટતા થઈ નથી. જોકે, પ્રાથમિક તારણમાં આંબેડકર બ્રિજ પરથી અંજલિ સર્કલ તરફ જતી બસને ટેમ્પા ચાલકે પાછળથી ટક્કર મારી હોવાની આશંકા છે.
અતુલ તિવારી/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદની બીઆરટીએસ બસો અકસ્માતો (accident) માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજો અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જોકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
ક્યાં ખોવાઈ ગયા ગુજરાતના રજવાડાઓની શાન ગણતા કાઠિયાવાડી ઘોડા?
[[{"fid":"296193","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BRTS_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"BRTS_accident_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BRTS_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"BRTS_accident_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BRTS_accident_zee2.jpg","title":"BRTS_accident_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આજે સવારે GJ 03 BW 2244 Eicher નંબરની બીઆરટીએસ બસ આંબેડકર બ્રિજ ઉતરીને ચંદ્રનગર તરફ જઈ રહી હતી. કોરિડોરમાં દાખલ થતા સમયે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળ પર હાજર ટેમ્પોચાલકે ઝી 24 કલાકને જણાવ્યું કે, બીઆરટીએસ બસ બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. બસની સ્પીડ 50 થી 60ની સ્પીડે હતી. બસના ડ્રાઈવરે ડાબી બાજુથી જમણી બાજુ તરફ વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી અચાનક ટેમ્પો બસ સાથે ટકરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા બુધવારે બીઆરટીએસ બસને થયેલા અકસ્માતને કોઈ ભૂલી શકે તેમ નથી. અખબાર નગર અંડરપાસમાં ઘૂસી ગયેલી બસના બે ફાડિયા થઈ ગયા હતા. આ અકસ્માત ચર્ચાના ચગડોળે ચઢી હતી.