અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બેના મોત, બે લોકો ઈજાગ્રસ્ત
કાર ટ્રેલરમાં ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદઃ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે પર આણંદ પાસે અકસ્માત થયો છે. આ ઘટનામં બે વ્યક્તિઓના મોત થયા છે. માલવાહક મોટા ટ્રકની પાછળ કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આ ગંભીર અકસ્માત થયો હતો. નડિયાદથી આણંદ વચ્ચે થયેલા આ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો બે લોકોને ઈજા પહોંચી છે. ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા કારના ભૂક્કા બોલી ગયા હતા.