નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં વલ્લભીપુર પાસેથી કારમાં પસાર થઈ રહેલા આહીર પર મોત કાળ બનીને આવ્યુ હતું. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ છે. તો આ અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. એક જ પરિવારના ત્રણના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રાજકોટ હાઇવે પર મોડી રાતે અંધારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીનો આહીર પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો. હતો. 40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યા હતા. કારમાં તેમના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સદસ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત થયુ હતું, તો 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે. 


આ પણ વાંચો : શું તમારા હાથમાં છે H' નું નિશાન? જે બેશુમાર દોલતથી ભરેલા નસીબના દરવાજા ખોલી નાંખે છે


મૃતકોના નામ


  • જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ

  • ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ

  • શિવમ જીલુભાઈ ભુવા, ઉંમર 15 વર્ષ


ઈજાગ્રસ્ત


  • શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ


સમગ્ર મામલે વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની તપાસ કરશે. સાથે જ આહીર પરિવારના સ્વજનોને અકસ્માત અંગે જાણ કરાઈ.