ઉદય રંજન/અમદાવાદ: કલ્યાણગઢ બગોદરા નજીક બાવળા રોડ પર ડમ્પર અને બાઇકનો અકસ્મતા સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર અકસ્માતમાં મોત થયેલા વ્યક્તિ બગોદરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોન્સ્ટેબલ કોર્ટ ડ્યુટી પરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ડમ્પર સાથે અકસ્માત થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ગાડી મુકીને ફરાર થઇ ગયો છે. ત્યારે ઘટનાસ્થળે પહોચેલી પોલીસે મૃતક કોન્સ્ટેબલને પીએમ કરવા માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.


મોદીજી બોલીવુડના એક્ટર જેવા છે, લોકો પર મનની વાત થોપી રહ્યા છે: આશોક ગેહલોત


 



અકસ્મતા થતા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતી સર્જાઇ હતી. આસપાસના સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળે પહોચેલી પોલીસે અકસ્મતનો ગુન્હો નોધીને ડમ્પર ચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. અકસ્મતામાં મોત થયેલા કોન્સ્ટેબલના પરિવાર પર આભ ફાટ્યો છે.