ભરત ચુડાસમા/ભરૂચ :લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. 



ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. 


મુત્યુ પામેલા લોકોના નામ
1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી 
2 અશોક ભાઇ સોમાભાઈ માછી



ઇજાગ્રસ્તોના નામ
1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી




તો ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.