મુસ્તાક દલ/ જામનગર: જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 4 ઇજાગસ્તોને 108 માં સારવાર અર્થે જી. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ જામનગરના નાઘેડી ગામના પાટિયા પાસે હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થતા ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બોલેરો પીકઅપ વાહન ટકરાતા અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.


આ પણ વાંચો:- દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો


ત્યારે આ અકસ્માતમાં અન્ય ચાર વ્યક્તિઓને 108 ની મદદથી સારવાર માટે જામનગરની જી. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક બે વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube