મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો આણંદ-તારાપુર હાઇવે! ઓવર ટેકના ચક્કરમાં ટ્રક-લકઝરી બસ વચ્ચે અકસ્માત
આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે.
ઝી બ્યુરો/આણંદ: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અક્સ્માતમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટથી સુરત જઈ રહેલા 3 મુસાફરોના મોત થયા છે.
હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે. જેમાં રાજકોટથી સુરત જઈ રહેલા રાજકોટના ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ચક્રવાતની અસર શરૂ! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમા રજા, જાણો ગુજરાતમાં શું થશે ભયંકર અસર?
આ ઘટનાની માહિતી મળતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પાકિસ્તાનમાં બનશે સ્વામિનારાયણ મંદિર; 147 વર્ષ પહેલા સ્થાપના, હવે ફરી જીર્ણોદ્ધાર
આ ઘટનામાં ભોગ બનેલા લોકોના નામ નીચે મુજબ છે.
- મૃતક ધ્રુવ રૂડાણી -ઉ.વ. 32
- મૃતક મનસુખભાઈ કોરાટ- ઉ.વ. 67
- મૃતક કલ્પેશ જીયાણી -ઉ.વ. 39