અકસ્માતગ્રસ્ત ગુજરાત: રાજ્યમાં અકસ્માતોની વણઝારથી 6 લોકોનાં મોત જ્યારે 6 ઇજાગ્રસ્ત
ગુજરાત માટે શીતળા સાતમનો દિવસ અકસ્માત જ અકસ્માત વાળો રહ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોરમાં ટાણા ગામે આજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં એક ગાડી ચાલકે દર્શનાર્થીઓને ટક્કર મારી હતી. ત્યાર બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માત બાદ નાસભાગ મચી હતી. જેમાં 10 વર્ષની તૃપ્તીબહેન બારૈયા (ઉ.વ 10) અને દિવ્યેશ વિજયભાઇ બારૈયા (ઉ.વ 5) નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
અમદાવાદ : ગુજરાત માટે શીતળા સાતમનો દિવસ અકસ્માત જ અકસ્માત વાળો રહ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોરમાં ટાણા ગામે આજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં એક ગાડી ચાલકે દર્શનાર્થીઓને ટક્કર મારી હતી. ત્યાર બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માત બાદ નાસભાગ મચી હતી. જેમાં 10 વર્ષની તૃપ્તીબહેન બારૈયા (ઉ.વ 10) અને દિવ્યેશ વિજયભાઇ બારૈયા (ઉ.વ 5) નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
GUJARAT CORONA UPDATE : નવા 12 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
આજે અકસ્માતની અનેક ઘટના બની હતી. જેમાં બોડેલી હાલોલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે રાહદારી મહિલાઓનાં મોત થયા હતા. કાર ચાલકે ઘાસચારો લઇને જતી બે મહિલાઓને અડફેટે લીધી હતી. બોડેલી - હાલોલ રોડ પર વિસાડી ગામ નજીક આ ઘટના બની હતી. બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરમાં કોવેક્સિનો પ્રથમ જથ્થો રિલીઝ, મનસુખ માંડવીયા અને પાટીલ હાજર રહ્યા
સરથાણા પોલીસ મથક નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રેતી કપચી ભરેલો ખટારો મકાનમાં ઘુસી ગયો હતો. ધડાકાભેર ઘુસી ગયેલા ખટારાના ડ્રાઇવરે દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. જો કે આ અકસ્માતમા કોઇ જાનહાની નહોતી. ડ્રાઇવરને સરથાણા પોલીસને સોંપવામાં આવ્યો. હાલ પોલીસે તપાસ આદરી છે.
ભાભીએ જેઠને કહ્યું મારો પતિનો મુંગો છે તમે મારી સાથે રોમેન્ટીક વાતો કરો અને...
અમીરગઢના વિરમપુર -અંબાજી રોડ ઉપર ઈસારીયા નજીક અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે જઈ રહેલી ગાડી વચ્ચે ગાય આવી જતાં ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં ગાડી પલટી હતી. ગાડી પલટતા કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગાડીના ચાલક અને અન્ય બે મહિલાઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
KUTCH ના સાંસદ વિનોદ ચાવડાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત, પોલીસે તપાસ આદરી
દીવથી નશામાં ધુત ડબલ સવારી બાઈક ચાલક દેલવાડા હોટલ શિવમ્ નજીક રસ્તા પર ચાલતા રાહદારીને હડફેટે લેતા ગંભીર ઈજોઓ પહોંચી હતી. દેલવાડા ગામ નજીક વાડીમાંથી કામ કરી પુરૂષ રસ્તા પર ચાલતો ચાલતો આવી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત પુરૂષને તથા બાઈક ચાલકોને 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા હતા.
અહીં 500-1000 ની જૂની ચલણી નોટો બદલીને ડબલ કરવામાં આવે છે, જાણો સમગ્ર હકીકત
ધર્મજ જલારામ મંદીર પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. કાર સાથે રોઝ અથડાતા કારને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. પાછળથી આવતી લકઝરી બસે ઉભેલી કારને ટક્કર મારી હતી. કારમાં પાછળની સીટમાં સુઈ રહેલા યુવકનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. સુરતનું પરિવાર મૃતક યુવાનનાં લગ્નનાં આયોજન માટે વતનમાં જઈ રહ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube