ચેતન પટેલ/સુરત :જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ પાસ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 9 પ્રવાસીઓના મોત નિપજ્યા છે, જેમાં એક સુરતના પ્રવાસીનું પણ મોત નિપજ્યુ છે. સુરતના અંકિત સંઘવીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. અંકિત સંઘવી નિધનના સમચારથી તેમના ભાઈ અને પિતા દિલ્હી જવા રવાના થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાતે સોનમર્ગમાં જોજિલા પાસ પાસે ઉંડી ખીણમાં બસ ખાબકી હતી. મોડી રાતે કાશ્મીરની ઘાટીમાં આ દુર્ઘટના બની હતી. કારગીલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા અકસ્માતમાં સુરતના 36 વર્ષીય અંકિત સંઘવીનું મોત નિપજ્યુ છે, જેઓ  ટુર સંચાલક તરીકેનુ કામ કરતા હતા. અકસ્માત દરમ્યાન તે અન્ય લોકોની ગાડીમાં બેસ્યા હતા. એ જ ગાડીને અકસ્માત નડ્યો હતો. જેમાં અંકિત સંઘવીનુ પણ મોત નિપજ્યુ છે. શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર ફોન કરીને પરિવારને તેના નિધન વિશે જાણ કરી હતી. 



અંકિતના પરિવારમાં પત્ની તથા બે બાળકો છે. અંકિત સંઘવી સુરતમાં ટુર સંચાલક તરીકેનુ કામ કરતા હતા. તેમની સાથે બસમાં અન્ય રાજ્યોના પર્યટકો પણ સવાર હતા. ટુર સંચાલક હોવાથી તે અન્ય રાજ્યોમાં મુસાફરો સાથે જતો હતો. તેને ખબર ન હતી કે આ પ્રવાસ તેની જિંદગીનો અંતિમ પ્રવાસ બની જશે. આ ઘટનાથી સંઘવી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.