સિંહોર : માતાજીને નવરાત્રિનો નૈવેદ્ય ધરાવવા જતા પતિ-પત્નીનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત
પોરબંદરના વીરભનુની ખાંભી નજીક પણ આજે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી જીપ કંમ્પાસ કાર સર્કલ સાથે અથડાઈ હતી
નવનીત દલવાડી/ભાવનગર :આજે સિહોરના ઘાંઘળી નજીક બસ અને બાઈકનો જબરદસ્ત અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની બંનેના સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ખાનગી બસે અડફેટે લેતા બંનેના કરુણ મોત નિપજ્યા છે. પતિ-પત્ની બંને ચોગઠ ગામે માતાજીના નૈવેદ્ય ધરાવવા જતા હતા. મૂળ બગદાણાના કરમદિયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસ વોંકળામાં ખાબકી હતી. બસમાં સવાર તમામ મજૂરોને બસમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા.
અમદાવાદના રસ્તા પર AMTS બની મોતની સવારી, અમરાઈવાડી પાસે વૃદ્ધ મહિલાને કચડી
મહુવાના ઘાંઘળી પાસે મિની બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મિની બસમાં મજૂરો સવાર હતા, જેઓ મજૂરી અર્થે જવા નીકળ્યા હતા. આવામાં અકસ્માત થતા બસ વોંકળામાં ખાબકી હતી. પરંતુ બસની ટક્કરથી બાઈક પર જતા દંપતીનું મોત નિપજ્યું છે. મહુવાના કરમદીયા ગામે રહેતા એભલભાઈ ડાભી અને શોભાબેન ડાભી નવરાત્રિનો પર્વ હોઈ માતાજીના દર્શન કરવા જતા હતા. બંને ચોગઠ ગામે માતાજીના નૈવેદ્ય ધરાવવા જતા હતા. બંનેનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. એભલભાઈ અને શોભાબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ત્યારે દંપતીના એકસાથે મોત બાદ ત્રણેય સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.
સ્માર્ટ સિટીના સુરતવાસીઓને મળે છે 24 કલાક શુદ્ધ ઓક્સિજન, પાલિકાનું છે અફલાતૂન આયોજન
પોરબંદરમાં પણ અકસ્માત
પોરબંદરના વીરભનુની ખાંભી નજીક પણ આજે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી જીપ કંમ્પાસ કાર સર્કલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘટના સ્થળે ફરજ પર રહેલ કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવાતા હતા, તે દરમિયાન રસ્તામા જ એક પોલીસ કર્મીનુ મોત પ્રાથમિક માહિતી મુજબ કારચાલક દારુ પીધેલી હાલતમાં હોવાની આશંકા છે.