ઉમેશ પટેલ, વલસાડ: અંકલેશ્વર (Ankleshwar) થી દમણ (Daman) ફોઈના બેસણામાં આવેલો 2 પરિવારના સભ્યો દમણ (Daman) શોક સભામાં હાજરી આપી અંકલેશ્વર (Ankleshwar) ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક (Truck) સાથે ટક્કર લાગી કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર 2 બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકલેશ્વર રેલવે સ્ટેશન (Ankleshwar Railway Station) પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. GJ-16-CB-3513 લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ (Daman) ફરવા ગયા હતા. જ્યાં ઇન્જોય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. 

લુટેરા દુલ્હા: અનેક મહિલાઓ સાથે લગ્ન કરી મહિલાને રૂપિયે કરતો હતો જલસા


જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889 ને કાર ચાલક (Car Driver) અલતાફે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. 


કાર (Car) માં સવાર અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર ન. GJ–05-CE-5645માં પાછળ આવી રહેલા પરિવાર ના સભ્યોએ  ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. 

GRD યુવતી પર દુષ્કર્મ આચરનાર GRD જવાનની ધરપકડ, યુવતી પોલીસ મથકની અગાશી પરથી પટકાઇ


ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 બાળકો અને એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube