પાદરામાં વિચિત્ર અકસ્માતમાં બેના મોત, JCB ની મદદથી 3 લોકોને બહાર કાઢ્યા
જ્યારે ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે કારમાં ફસાયેલા એક 10 વર્ષીય બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામ્યો હતો. જેમાં બાળક લોકો પાસે બહાર નીકળવાની મદદ માટે મદદ માંગી રહ્યો છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાઇરલ થવા પામ્યો છે.
મિતેશ માળી પાદરા: પાદરા (Padra) કરજણ રોડ પર શુક્રવારના રોજ એક વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. તાંદળજાનો યુવક અને સાવલીની યુવતી પુત્ર સાથે વડોદરા (Vadodara) થી કરજણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પુર ઝડપે કાર ચલાવી રહેલા યુવકે કારના સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર રોડની બાજુમાં આવેલા ઝાડ ધડાકાભેર અથડાઇ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારનો કચ્ચરખાણ વળી ગયો હતો.
પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શરમ આવે તેવી બાથમબાથી, ભાજપના નેતાએ પોલીસવડાને ફોન પર ખખડાવ્યા
ત્યારે આ અકસ્માત (Accident) માં કાર ચાલક યુવક અને યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે આશરે 10 વર્ષીય કિશોરનો બચાવ થવા પામ્યો હતો. ઘટનાને પગલે કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા બે જેસીબી (JCB) મશીનની મદદથી ત્રણે લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પાદરા પોલીસ તથા વડોદરા ફાયર સહિતનું વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
જ્યારે ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે કારમાં ફસાયેલા એક 10 વર્ષીય બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામ્યો હતો. જેમાં બાળક લોકો પાસે બહાર નીકળવાની મદદ માટે મદદ માંગી રહ્યો છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાઇરલ થવા પામ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube