વડોદરા : વડોદરા નજીક પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર એક્સિડન્ટ થયો હતો. આ ગમખ્વાર એક્સિડન્ટમાં પાલિતાણાના એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




મળતી માહિતી પ્રમાણે પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાક્રમની પ્રાથમિક માહિતી પ્રમાણે ઇકો કાર જંબુસર તરફ જઇ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોતનું તાંડવ સર્જાયું હતું. 


કઈ રીતે રાહુલનું નાક કપાયું રાજકોટમાં?


આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી અને તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે.