ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના SP રિંગ રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મંદિરથી દર્શન કરીને આવતા દંપતીનું અકસ્માતમાં દર્દનાક મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. વસ્ત્રાલ રિંગ રોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા જતા આ અકસ્માત થયો છે. જેમાં મંદિરથી પરત ફરતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે અને પોલીસે ડ્રાઈવરની શોધખોળ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે કાંતિભાઈ રવજીભાઈ પટેલ (આશરે ઉં.વ. 62) અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60)ને ટ્રકે અડફેટે લીધા છે. વહેલી સવારે મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો છે.


બીજી બાજુ ઘટના સ્થળેથી કચડાયેલાં માનવ અંગોને સ્થળ પરથી ખસેડવામાં આવી રહ્યાં છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ ફરાર ડ્રાઈવરને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડ્રાઈવરનો મોબાઈલ ટ્રકમાં મળતા પોલીસે માહિતી એકત્ર કરી છે. અકસ્માતના કારણે એસ પી રિંગ રોડ ઉપર 3 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.


આ ઘટનામાં ભોગ બનનાર દંપતીા નામ


  • 1. કાંતિભાઈ રવજીભાઈ પટેલ (આશરે ઉ.વ 62 વર્ષ)

  • 2. દક્ષાબેન કાંતિભાઈ પટેલ (આશરે ઉ.વ. 60 વર્ષ)