અમદાવાદ : શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજે સવારે દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ લોકોનાં ટોળા એકત્ર થવા લાગ્યા હતા. પોલીસ પર લખોટીઓ, ગીલોલ અને પથ્થરથી હૂમલો કરવામાં આવ્યો હતો. પોલીસ જવાનોએ પોતાનો બચાવ કરવા માટે ગાડીમાં બેસી જવું પડ્યું હતું. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થયા બાદ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી. લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. થોડીવારમાં લોકો ઉશ્કેરાઇ ગયા અને ત્યાં આવેલી પોલીસ પર હૂમલો કરી દીધો હતો. હુમલો કરનાર લોકો ગીલોલ અને લખોટી વડે પણ પોલીસ પર હુમલો કરતા ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને બચવા ગાડીમાં બેસી જવું પડ્યું હતું. આ સમગ્ર બનાવમાં હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 


ચેનપુર ફાટક અને જગતપુર વચ્ચે આજે સવારે અલ્ટો કાર અને અન્ય એક કારનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી. પોલીસ દારૂ જોઇને ચોંકી ઉઠી હતી. થોડીવારમાં અન્ય લોકો ત્યાં એકત્ર થવા લાગ્યા અને તેઓ ઉશ્કેરાય ગયા હતા. તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube