વોટર પાર્કથી પરત ફરી રહેલા 3 પરિવારના રસ્તે યમરાજ બન્યો ટ્રક, અકસ્માતમાં 3ના મોત
ભૂજ-ભચાઉ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈકો કારમાં મહેસાણા વોટર પાર્કથી પરત ફરી રહેલા લોકોને ભૂજ તાલુકાના ઘાણેટી નજીક અકસ્માત નડ્યો હતો. ઈકો કાર અને આઇસર ટ્રક સામ સામે અથડાતા આ ઘટના સર્જાઈ હતી.
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ભૂજ-ભચાઉ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈકો કારમાં મહેસાણા વોટર પાર્કથી પરત ફરી રહેલા લોકોને ભૂજ તાલુકાના ઘાણેટી નજીક અકસ્માત નડ્યો હતો. ઈકો કાર અને આઇસર ટ્રક સામ સામે અથડાતા આ ઘટના સર્જાઈ હતી.
વીસનગર : ગામમાં બળદો દોડાવવાની હથિયાઠાઠું પરંપરા બની જીવલેણ, એક યુવકનો લેવાયો ભોગ
ભુજ તાલુકાના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર આજે વહેલી પરોઢે સર્જાયેલાં ગોઝારા માર્ગ અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ભૂજ-માધાપરના ત્રણ પરિવારો મહેસાણા વોટર પાર્કની મજા માણી આજે પરોઢે ઈકો કારમાં પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સામેથી આવતા આઈસર ટ્રક અને કાર સામસામે ટકરાતાં ઈકો કારનો કડુસલો બોલી ગયો હતો.