સુરેન્દ્રનગર: અકસ્માત બાદ રસ્તા પર 2 અંધ મૃતદેહોના હાલ નજરે જોઈ બધા હચમચી ઉઠ્યા
સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે અડફેટે હાઈવે પરથી પસાર થઈ રહેલા બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ બંને પદયાત્રીઓના મૃતદેહોના ચિથરા ઉડી ગયા હતા.
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે અડફેટે હાઈવે પરથી પસાર થઈ રહેલા બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ બંને પદયાત્રીઓના મૃતદેહોના ચિથરા ઉડી ગયા હતા.
[[{"fid":"198180","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Accident23.JPG","field_file_image_title_text[und][0][value]":"Accident23.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Accident23.JPG","field_file_image_title_text[und][0][value]":"Accident23.JPG"}},"link_text":false,"attributes":{"alt":"Accident23.JPG","title":"Accident23.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ચોટીલા હાઇવે પર બામણબોર નજીક ટ્રક ચાલકે બે પદ યાત્રીને અડફેટે લીધા હતા. રાજકોટના પદયાત્રીઓ ચોટીલા મંદિરમાં ચાલીને દર્શને જવા નીકળ્યા હતા, ત્યારે બામણબોર નજીક ગિરીરાજ હોટલ પાસે બે યુવાનને ટ્રકે અડફેટે લેતા બંન્ને ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં વિજય જગદીશભાઈ કજારીયા અને રવિભાઈ ડાંગરના મોત નિપજ્યું હતું. આ બંને પદયાત્રીઓ અંધ હતા. તેથી અકસ્માત બાદ આ ઘટના જોનારા બધાને ટ્રક ચાલક પ્રત્યે ફીટકાર વરસ્યો હતો. આ અકસ્માતમાં એક પદયાત્રીનો બચાવ થયો છે.