ધંધુકા રોડ : કૂતરાને બચાવવા જતા બે બાઈક સવાર એસટી બસ નીચે કચડાયા, ઘટના સ્થળે મોત
બગોદરાથી ધંધુકા (Dhanduka) માર્ગ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. રસ્તા વચ્ચે આવેલા કુતરાને બચાવવા જતા બંને શખ્સોને મોત મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જોઈને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી મળેલા આઈડી કાર્ડ પરથી તેનુ નામ અને વધુ જાણકારી મળી છે.
અમદાવાદ :બગોદરાથી ધંધુકા (Dhanduka) માર્ગ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. રસ્તા વચ્ચે આવેલા કુતરાને બચાવવા જતા બંને શખ્સોને મોત મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જોઈને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી મળેલા આઈડી કાર્ડ પરથી તેનુ નામ અને વધુ જાણકારી મળી છે.
અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપી સીધો જ પ્રેમિકા પાસે પહોંચ્યો, બાદમાં સાથે આત્મહત્યા કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક એક બાઈક એસટી બસ સાથે ભટકાયું હતું. પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી તરફ એક બાઈક પર બે જણા જઈ રહ્યા હતા. ત્યારે ધંધુકા માર્ગ પાસે અચાનક રસ્તા વચ્ચે કૂતરુ આવી ગયું હતું, જેને બચાવવા જતાં અકસ્માત થયો હતો. આ બાઈક કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી બસ સાથે અથડાયું હતું, અને બંને યુવકો બસની પાછળના ટાયરમાં કચડાયા હતા. ઘટના બાદ સ્થળ પરથી પસાર થનારા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, મૃતકમાં એક વ્યક્તિ હાર્દિકકુમાર પાનેલિયા હોવાનું ખૂલ્યું છે. જોકે, મૃત્યુ પામનાર બંને પિતા પુત્ર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :