મયુર સંઘી/સુરેન્દ્રનગર :લીંબડી-અમદાવાદ હાઇવે પર દેવપરા ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આમ, અકસ્માત ઝોન બની ચૂકેલા લીંબડી અમદાવાદ હાઈવે પર વધુ પાંચ લોકોનો ભોગ લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળાહળ કળીયુગ!! સગા ભાઈ-બહેન વચ્ચે પાંગરેલા અનૈતિક સંબંધોનું પરિણામ હતું સુરતમાં મળેલી બાળકી 


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પરિવાર સોમનાથ મંદિરના દર્શને જવા નીકળ્યો હતો. GJ01 DU 8615 નંબરની કારમાં એક જ પરિવારના લોકો સવાર હતા. ત્યારે તેઓની કાર સોમનાથ પહોંચે તે પહેલા રાત્રિના અંધારામાં ટ્રક સાથે ભટકાઈ હતી. આ પરિવાર સોમનાથ પહોંચે તે પહેલા જ મોતના મુખમાં પહોંચ્યો હતો. માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે કારને અડફેટે લેતા પરિવારના પાંચ સદસ્યોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. તો બીજ તરફ, અકસ્માતમાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્ત પરિવારજનોને લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


હવામાન ખાતા આગાહી: તૈયાર રહેજો... કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે


અમદાવાદના પરિવારના મૃત સદસ્યોને તાત્કાલિક લીંબડીથી અમદાવાદ લાવવાની કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત્રે થયેલા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવતા અન્ય વાહનો પસાર થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક