હિમાશું ભટ્ટ, મોરબી: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ચોમાસાનો માહોલ હોવાથી ગાડીઓ સ્લિપ ખાઇ જતી હોવાથી પણ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માતની ઘટના સર્જાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર બેઠેલા યુવાન સહિત પાંચ રાજસ્થાનીઓના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 


મૃતદેહોને હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. 

Gujarat Education Calendar: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા


અત્રે ઉલ્લેખનીય છે કે આજે  ગુજરાત રાજસ્થાન બોર્ડર (gujarat rajasthan border) પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યુ છે. તો 7 લોકો ઘાયલ થયા છે. 


મોડી રાત્રે એક લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તથા બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube