BIG BREAKING: પાવાગઢમાં ફરી મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિર ઉતારતી વખતે 3 લોકો દટાયા, 2 ઇજાગ્રસ્ત
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને 9 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાધામ પાવાગઢમાં ફરી એક વખત મોટો અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો છે. ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં 3 શ્રમિકો દબાયા હોવાના અહેવાલ છે, હાલ ત્રણેય શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને રીફર કરાયા છે.
BIG BREAKING: અમદાવાદમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને 9 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
સગાઈ કરી પરત ફરતાં પરિવારન કાળ ભરખ્યો! જામનગર હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત
અત્રે નોંધનીય છે કે, એક અઠવાડિયા પહેલા જ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો હતો. જેમાં 10થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મહત્વપૂર્ણ નિર્ણય: આ મહિલાઓને લગ્ન માટે મળતી 20 હજારની સહાય વધારીને દોઢ લાખ કરી!
બદલાયેલા વાતાવરણ વચ્ચે બની દુર્ઘટના
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા ચાલી રહી છે કે, પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ હતું.
જિંદગીનું કંઈ નક્કી નથી! સુરતમાં ટીવી જોતા જોતા બે લોકોનું ઉડી ગયું પ્રાણપંખેરું