સુરેન્દ્રનગર : આજે વહેલી સવારે હળવદ તાલુકાનાં કેદારીયા ગામ નજીક અમદાવાદ - કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે ઘેટાઓનાં ઝુંડ પર કન્ટેનર ચડાવી દેતા 1 ઘેટાનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ ઘેટાઓને ગંભીર ઘા વાગ્યા હતા. ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને કન્ટેનર ચાલકને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પશુપાલક દ્વારા કન્ટેનર ચાલક પાસે વળતરની માંગ કરવામાં આવી છે. જો કે હાલ તો પોલીસે કન્ટેનર માલિકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 850 કોરોના દર્દી, 920 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઇ માંડણભાઇ ભરવાડ અને દેવા ભાઇ રુખડભાઇ આજે સવારે પોતાનાં ઘેટાઓને ચારવા માટે જઇ રહ્યા હતા. ત્યારે કચ્છ હાઇવે પર એક ખુબ જ સ્પીડથી આવી રહેલા કન્ટેનર ચાલકે ઘેટાઓ પર ખટારો ચડાવી દીધો હતો. જેમાં 17 ઘેટાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ જેટલા ઘેટા ગંભીર રીતે ઘા વાગતા સ્થિતી ગંભીર છે. જેના કારણે કન્ટેનર ચાલકને તેમણે ઝડપી લીધો હતો. 


મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કન્ટેનર ચાલકની અટકાયત કરીને પોલીસ મથક ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા છીનવાઇ હોવાને કારણે ટ્રક ચાલક પાસેથી ઘેટાના નાણા વસુલવા માટેની માંગ કરવામાં આવી રહ્યા છે. જો કન્ટેનર ચાલક દ્વારા નાણા ન ચુકવાય તો સ્થાનિક તંત્ર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવાય તેવી માંગ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube