અંબાજી દર્શન કરીને પરત ફરતી લક્ઝરી બસને અકસ્માત, 33 મુસાફરો ઘાયલ
અંબાજીમાં દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસને અકસ્મતા નડ્યો હતો. અંબાજીથી મહેસાણા જઈ રહેલી બસને મોડી રાત્રે અકસ્માત સર્જાતા 33 મુસાફરો ઘવાયા હતા. મોડી રાત્રે થયેલા આ અકસ્માતને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.
પરખ અગ્રવાલ/અંબાજી :અંબાજીમાં દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસને અકસ્મતા નડ્યો હતો. અંબાજીથી મહેસાણા જઈ રહેલી બસને મોડી રાત્રે અકસ્માત સર્જાતા 33 મુસાફરો ઘવાયા હતા. મોડી રાત્રે થયેલા આ અકસ્માતને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.
વડોદરા : પીઝા હટના પીઝામાંથી વંદો નીકળ્યો, અધિકારીઓને ચેકિંગ માટે 40 મિનીટ બહાર ઉભા રાખ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજીથી દર્શન કરી મોડી રાત્રે મહેસાણા પરત ફરી રહેલી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. દાંતા પાસે આંબા ઘાટમાં લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં 56 મુસાફરો સવાર હતા. જેમાંથી 33 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સતલાસણા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો કેટલાક ઘાયલોને અમદાવાદ, ખેરાલુ, મહેસાણા અને વડનગરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરો વધુ ગંભીર છે.
તમામ મુસાફરો મહેસાણા આસપાસના રહેવાસી છે, જેઓ યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા નીકળ્યા હતા. જોકે, હાલ આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :