નડિયાદ : વડતાલ નજીક ધુમ સ્ટાઇલે જતા બે કિશોરોનાં ઘટના સ્થળે જ મોત
આર્મીમાં જવા માટે રોજ ગોમતી ઘાટ પર દોડવા આવતા યુવાનોને અકસ્માત નડતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
નડિયાદ : નડિયાદના વડતાલનાં બે લબરમુછીયા યુવાનોને બેફામ સ્પીડે બાઇક ચલાવવાની કિંમત પોતાનાં જીવથી ચુકવવી પડી હતી. વડતાલનાં ગોમતી બગીચા નજીક શનિવારે સવારે ધૂમ સ્ટાઇલમાં દોડતી બાઇક દિવાલમાં ઘુસી ગઇ હતી. જેના પગલે પેટલાદનાં બે તરૂણોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વહેલી સવારે જ આવી ઘટના બનતા સમગ્ર વડતાલમાં ચકચાર મચી ગયો હતો.
10 વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ચાલતી DPS સ્કુલની માન્યતા રદ્દ
પેટલાદનાં મહુડીયાપુરામાં રહેતો જયેશ સોલંકી (ઉ.વ 17) અને દિક્ષિત પરમાર (ઉ.વ13) વહેલી સવારે જ બાઇક લઇને મહુડીપુરાથી વડતાલ આવવા માટે નિકળ્યા હતા. વડતાલના ગોમતી નજીક બાઇક ખુબ જ સ્પીડથી લઇને તેઓ પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ જયેશે ગુમાવ્યો હતો. જેથી બાઇક સીધું જ સામે આવેલી દિવાલમાં ઘુસી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંન્નેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઉપરાંત બાઇકનો પણ કડુસલો વળી ગયો હતો.
ના હોય! અમદાવાદમાં મેમો બાબતે ટ્રાફીક પોલીસે જ યુવાનની હત્યા કરી નાખી
વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે
પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે, બંન્નેને આર્મી/પોલીસ ભરતીમાં રસ હોવાથી બંન્ને રોજ વહેલી સવારે ગોમતીઘાટ કિનારે દોડવા માટે આવતા હતા. મહુડીપુરાથી બાઇક લઇને આવ્યા બાદ બંન્ને દોડતા હતા. દોડ પુરી થયા બાદ પરત ગામ ફરી જતા હતા. જો કે આજે અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે હાલમાં પોલીસે અકસ્માત મુદ્દે ચકલાસી પોલીસે તપાસ કરી રહી છે. બાઇકનું સ્ટેન્ડ પડેલું હોવાથી સવાલો સર્જાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube