સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી અને અમદાવાદમાં બે અલગ અલગ ગમ્ખવાર અકસ્માત સામે આવ્યા છે. અરવલ્લીના મોડાસામાં કાર અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે. તો અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બોલેરો પિકઅપ વાને મોર્નિંગ વોક માટે જતા યુવકને અડફેટે લીધો હતો, જેમાં તેનુ મોત નિપજ્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લીમાં ત્રણ યુવકોના મોત
મોડાસાના ફરેડી પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોને કાળ ભરખી ગયો હતો. પૂરઝડપે આવતી કારે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા હતા. બાઈક પર સવાર ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જોકે, કાર અકસ્માત સર્જીને તેમાં સવાર દંપતી ત્યાં જ કાર છોડીને ભાગી ગયુ હતું. 



યુવકોના મોત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. યુવકોના મૃતદેહ આમતેમ ફંગોળાયા હતા. જેને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયા હતા. યુવકોના મોતથી તેમના પરિવારોમાં આક્રંદ છવાયો હતો. 



અમદાવાદમાં હિટ એન્ડ રન
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના પૂર્વમાં આવેલ વસ્ત્રાલમાં ગઈકાલે તારીખ 24 જૂનના રોજ સવારે આશરે 6.00 વાગ્યાની આસપાસ કેનારા બેંકથી થોડા આગળ બેફામ બનેલા ભારે વાહનના ડ્રાઇવર એક યુવકને મોત આપ્યુ હતું. બેફામ ગતિએ આવી રહેલ બોલેરો પિક અપવાને મોર્નિંગ વોક કરવા નીકળેલ યુવકને કચડ્યો હતો અને ત્યાંખઈ ફરાર થઈ ગયો હતો. ગેલેક્સી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પ્રજાપતિને પિકઅપ વાને અડફેટે લીધા તેનુ મોત નિપજ્યુ હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે શોકિંગ છે. ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરને તાત્કાલિક પકડી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.