ગૌરવ પટેલ/અમદાવાદ : કોરોનાની મહામારીને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. કોરોના સામેની લડતમાં સમગ્ર વિશ્વ જોડાયુ છે. આ કોઇ સામાન્ય દેશી રોગ નથી વિદેશથી આવેલો રોગ છે. ૩૦ જાન્યુઆરીએ હુ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ હતી, જો કે  સરકારની પહેલી ભુલ કે તેને તે સમયે ફ્લાઇટ નું ચેકીંગ શરૂ ન કર્યું અને બેદરકારી દાખવી. રાહુલ ગાંધીએ ૧૨ ફેબ્રુઆરી એ ધ્યાન દોર્યું હતું જો કે પણ સરકારે પગલાં ન લેતાં કોરોનાનો વાઇરસ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. સરકારે લોકડાઉનનો જે નિર્ણય લીધો હતો. સરકારે જે ગાઇડલાઇન બહાર પાડી તેમાં કોગ્રેસના તમામ કાર્યકરોનું સમર્થન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર કે તેમણે કોગ્રેસએ આપેલા સુચનોનો અમલ કર્યો છે. ગુજરાતની સેવા ભાવી સંસ્થા અને દાતાઓને અભિનંદન કે કોઇના આમંત્રણ વિના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અનાજની કીટ અને દવાની વ્યવસ્થા અને દાન થાય છે. કોગ્રેસના કાર્યકરોએ અભિનંદન કે તેઓ તન મન ધન થી લોકોની સેવામાં લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં જીવન જરૂરી તમામ વસ્તુઓનો પુરવઠ્ઠો યથાવત્ત, 31 લાખ લોકોને અનાજ પુરૂ પાડવામાં આવ્યું
સરકારે ગુજરાત ના તમામ રેશનકાર્ડ ધારકોને  એપ્રીલ માસમાં અનાજનો જથ્થો આપવાની જાહેરાત કરી દીધી છે. જોકે ૧ કરોડ ૨૦ લાખ રાશન કાર્ડ ધારક પૈકી માત્ર યોજનામાં સમાવિષ્ટ માત્ર ૬૫ લાખ રેશનકાર્ડ ધારકોને મફત અનાજનો લાભ મળ્યો. સરકારને વિનંતી કે તમામ રેશનકાર્ડ ધારકોને અનાજના વિતરણ ની:શુલ્ક આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કે તમે જે જાહેરાત કરી હતી તેનો અમલ કરો. જે લોકો પાસે રેશન કાર્ડ નથી તે લોકોને પણ અનાજ નો જથ્થો આપવામાં આવે તેવી વિનંતી. કોરોનાની મહામારીમાં પણ ફરજ બજાવતા તબીબ પોલીસ અને મિડિયા કર્મીઓ અભિનંદનને પાત્ર છે. આ તમામ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો માટે માસ્ક અને જરૂરી પહેરવેશની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. આ સ્થિતિમાં કામગીરી કરતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને એક મહિનાનો એક્સ્ટ્રા પગાર આપવા માંગ કરવામાં આવી. જ્યારે આ મહામારી દુર થાય ત્યારે તેમને જરૂરી રજાઓ આપવા માંગ કરવામાં આવી હતી. જે હોટપોસ્ટ એરીયા નક્કી કર્યા છે તેને બફર જોન જાહેર કરવામાં આવે. સરકાર દ્વારા સરકાર આ વિસ્તારની યાદી બહાર પાડવામાં આવે. કેટલાક ના ટેસ્ટ આ વિસ્તારમાં કર્યા અને તેનો શુ રીપોર્ટ આવ્યો તેની સરકાર જાહેરાત કરે તે પણ એટલું જ જરૂરી છે. સરકારે મેડીસીટી બનાવવાની જાહેરાત કરી હતી. તે પૈકી કેટલાને લાભ અપાયો તે જાહેરાત કરે તે જરૂરી છે. મુખ્યમંત્રીને મંત્રીને વિનંતી કે ડેસ્કબોર્ડની સહાયથી જે સુચનો થાય છે તે યોગ્ય પણ રાજ્યની મોટાભાગની ખાનગી હોસ્પીટલ માં ઓપીડી બંધ થઇ છે તે અંગે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઇંએ. 


Lockdown Stories: રાશન ન મળતા ખાલી હાથે જનારાઓના આ કિસ્સા વાંચી આંખમાં પાણી આવી જશે

નાગરિકો મુદ્દે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતના નાગરીકો ને વિનંતિ કે ઘરમાં રહીને સાવચેતી રાખવી જોઇએ. સરકાર જે નિર્દેશ આપે તેનો અમલ કરવો જરૂરી છે. સરકાર જે જનહિત નિર્ણય કરશે તેમાં અમારું સમર્થન રહેશે. ખેતરમાં તૈયાર પાક ઉભો છે, જેના વેચાણ ની યોગ્ય વ્યવસ્થા નથી તે પણ કરવામાં આવવી જોઇએ. ખેડૂતોને અવ્યવસ્થાને કારણે શાકભાજી રોડ પર ફેંકવાનો વારો આવ્યો છે. સરકાર વેચાણની યોગ્ય વ્યવસ્થા ઉભી કરે નહીં તો ટેકાના ભાવે ખરીદી કરે. ખેડૂતોને આપવામાં આવેલ ધિરાણમાં 15 ટકા સુધીનો વધારો કરી આપવામાં આવે તે જરૂરી. 


વડોદરા: વૈષ્ણોદેવી અંગે અફવા ફેલાવનાર મોહમ્મદ શેખની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ


તબલિગી જમાત થી કોરોના સંક્રમણ અંગે અમિત ચાવડાનું નિવેદન આપતા જણાવ્યું કે, સરકારની લાપરવાહીના કારણે આજે દેશ પરિણામ ભોગવી રહ્યો છે. સરકારે પહેલા થી જ કડક અમલવારી કરાવવાની જરૂર હતી. ધર્મ ના આધારે નહીં પણ એક થઈ કોરોના સામે લડવાની જરૂર. દરેક તાલુકા મથકે કોરોના ના ટેસ્ટિંગ થવું જોઈએ. માસ ટેસ્ટિંગ થશે તો જ સાચા આંકડા સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube