રંગોળીના રંગોમાં ભારતીય સેનાના પરાક્રમની સાથે ભળ્યો શૌર્યનો રંગ
પુલવામામાં બનેલી આતંકવાદી ઘટના બાદ સેનાએ શૌર્ય બતાવી પાકિસ્તાન સહિત પીઓકેના 3 આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. લોકો પોતપોતાની રીતે ભારતીય સેનાના પરાક્રમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે સુરત ખાતે રંગોલી આર્ટિસ્ટ દ્વારા એક-બે નહીં પરંતુ 17 જેટલા રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી છે.
ચેતન પટેલ/સુરત: પુલવામામાં બનેલી આતંકવાદી ઘટના બાદ સેનાએ શૌર્ય બતાવી પાકિસ્તાન સહિત પીઓકેના 3 આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી હતી. લોકો પોતપોતાની રીતે ભારતીય સેનાના પરાક્રમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે સુરત ખાતે રંગોલી આર્ટિસ્ટ દ્વારા એક-બે નહીં પરંતુ 17 જેટલા રંગોળીઓ ભારતીય સેનાના પરાક્રમ ઉપર બનાવવામાં આવી છે. જેમાં એર સ્ટ્રાઈકથી લઈ સર્જીકલ સ્ટ્રાઈક સુધીની ઘટનાનું રંગોલી દ્વારા ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સાથે વિંગ કમાન્ડર અભિનંદન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રધ્વજની પણ રંગોળી બનાવવામાં આવી છે.
સુરતના એક મોલમાં 17 રંગોલીઓ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બની ગઇ છે. કારણકે આ રંગોલી ઓ કોઈ આમ નહી બહુ ખાસ છે આ રંગોળી ભારતીય સેનાનુ પરાક્રમ દર્શાવે છે જેમાં પઠાનકોટથી લઈ પુલવામાં અને ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલા સહિત ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇકને રંગોળીના માધ્યમથી દર્શાવવામાં આવી છે. રંગોળીની શરૂઆત પઠાનકોટમાં થયેલા આતંકવાદી હુમલાથી થાય છે. ત્યારબાદ ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલાને પણ રંગોળીના માધ્યમથી ચિત્રણ કરવામાં આવ્યું છે અને પછી ભારતીય સેના સર્જીકલ સ્ટ્રાઈક કરી આતંકીઓનાં ઠેકાણાને કેવી રીતે નેસ્ત નાબૂત કરે છે તેનું પણ ચિત્રણ રંગોલીના માધ્યમથી ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે.
‘લોકશાહી બચાવો’ના સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષ કચેરી બહાર કર્યા ધરણાં
[[{"fid":"206334","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SURAT-RANGOLI-@.jpg","field_file_image_title_text[und][0][value]":"SURAT-RANGOLI-@.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SURAT-RANGOLI-@.jpg","field_file_image_title_text[und][0][value]":"SURAT-RANGOLI-@.jpg"}},"link_text":false,"attributes":{"alt":"SURAT-RANGOLI-@.jpg","title":"SURAT-RANGOLI-@.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આ સમગ્ર ઘટના બાદ હાલમાં જ બની પુલવામાંમાં આતંકી ઘટના અને ત્યારબાદ વાયુ સેના દ્વારા કરવામાં આવેલા પરાક્રમ એટલે એર સ્ટ્રાઈકને પણ અનેક રંગોથી રંગોળીમાં ઉમેરવામાં આવ્યા છે. રંગોલીમાં સારી રીતે જોવા મળે છે કે કેવી રીતે વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના કેમ્પને નિશાન બનાવ્યુ છે. પાકિસ્તાનના F 16 લડાકુ વિમાનો ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદન તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો અને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનના કબજામાં રહેનાર ભારતીય વીર અભિનંદનનું પણ અભિનંદન કરવા માટે અહીં તેમની રંગોળી બનાવવામાં આવી છે.
સતત 24 કલાકની ભારે મહેનત કરી તૈયાર કરવામાં આવી રહેલ આ રંગોલીમાં એર ચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવાને અભિવાદન કરતો અને તેમની તસવીર વાળી રંગોળી પણ બનાવવામાં આવી છે. જયા એક બાજુ લોકો પોતપોતાની રીતે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવી રહ્યા છે ત્યારે સુરત ખાતે આટલી મોટી સંખ્યામાં રંગોળી બનાવી આ રંગોળી આર્ટિસ્ટો દ્વારા ભારતીય સેનાને સલામી આપવામાં આવી છે.