પોલીસને ચકમો આપી કુખ્યાત આરોપી ફિલ્મી સ્ટાઈલે ચાદરનું દોરડું બનાવી થઇ ગયો છૂમંતર
સમગ્ર ઘટનાને પગલે વડોદરા (Vadodara) જિલ્લાની વિવિધ એજન્સીઓ પાદરા (Padra) વહેલી સવારે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
મિતેશ માળી, પાદરા: પાદરા (Padra) ના વડું પોલીસ (Police) દ્વારા પ્રોહીબિશનના ગુનામાં આરોપી અશોક કિશનરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી છેલ્લા ઘણા દિવસથી પાદરા પોલીસ (Padra Police) ના જાપ્તામાં હતો. પરંતુ આરોપીનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પાદરાના કોવિડ સેન્ટર (Covid Center) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે રવિવારની મોડી રાત્રે આરોપીએ ફિલ્મી સ્ટાઈલે પાદરા (Padra) ના કોવિડ સેન્ટરમાંથી કોવિડ સેન્ટર (Covid Center) ના ઉપલા માંડે બાથરૂમની બારી તોડી ચાદરનું દોરડું બાંધી નીચે ઉતરી ફરાર થવા પામ્યો હતો. જ્યારે પાદરા પોલીસ (Padra Police) ના જાપ્તામાંથી જ આરોપી ફરાર થતા પાદરા પોલીસની બેદરકારી સામે આવી હતી.
ટ્રક ચાલક પોલીસને તલવાર બતાવી બિભત્સ શબ્દો બોલતો વિડીયો થયો Viral
જ્યારે સમગ્ર ઘટનાને પગલે વડોદરા (Vadodara) જિલ્લાની વિવિધ એજન્સીઓ પાદરા (Padra) વહેલી સવારે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ 24 કલાક કોવિડ સેન્ટર પાસે પાદરા પોલીસ (Padra Police) ના બંદોબસ્તની પણ પોલ ખુલ્લી પડી હતી. જ્યારે અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી ફરાર થયો છે ત્યારે પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube