રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં વિધર્મી યુવક દ્વારા બળજબરીપૂર્વક યુવતીનું ધર્મ પરિવર્તન અને અત્યાચાર ગુજારવાના મામલે વિધર્મી યુવક સહિત તેના પિતા અને ભાઈના રિમાન્ડ પુરા થતા ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે યુવતીનું આજે કોર્ટમાં 164 મુજબ નિવેદન નોંધવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર દ્વારા ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ પસાર કરાયાં બાદ એક પછી એક લવ જેહાદનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાનાં નવાયાર્ડ વિસ્તારનાં સંતોકનગરમાં રહેતાં વિધર્મી યુવક મોહિબ પઠાણે 23 વર્ષીય પાટીદાર યુવતીને ફસાવી તેની સાથે બળજબરીપૂર્વક નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું. એટલું જ નહીં લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહીરા' કરી નાંખ્યું. તેમજ લગ્નથી જન્મેલાં બાળકનું નામ બદલવા દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો. પતિ સહિતનાં સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવતી પોલીસ મથકે દોડી જતાં ફતેગંજ પોલીસે ફરિયાદ દાખલ કરાવી હતી.


આ પણ વાંચો:- સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનશે એવુ ભૂલભૂલૈયા ગાર્ડન, જેને આખું વિશ્વ જોતુ રહી જશે


સમગ્ર મામલે ફતેગંજ પોલીસે વિધર્મી યુવક સહિત તેનાં પિતા અને ભાઇની ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ હેઠળ ધરપકડ કરી રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂરા થઈ જતા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે યુવતીનું આજે કોર્ટમાં 164 મુજબ નિવેદન લેવામાં આવશે. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા કાયદો લાગુ કર્યા બાદ સંસ્કારીનગરી વડોદરામાં લવ જેહાદ મામલે પોલીસ ફરિયાદની આ બીજી ઘટના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube