ઉદય રંજન/અમદાવાદ : શહેરના ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર થયેલ ફાયરિંગ વીથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટિપ આપી હતી. તે કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારે કાંઇ કરવાનું નથી હાઇ-ફાઇ ભાભી છે તેમને ખુશ કરવાનાં અને ખેડૂત હવેલીએ પહોંચ્યા પછી તો...


ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલા ચાર રીઢા ગુનેગારોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચાર આરોપી કિશન સિંગ મઝવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચાર થી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. 


પાણીપુરીના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સમાચાર, લારી પર ખાતા પહેલા વાંચી લેજો, નહીં તો સિદ્ધપુરના બાળકો જેવી હાલત થશે


એક ગોળી આંગડિયા પેઢીના કર્મીને પગમાં વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલ સંતાડ્યો હતો. આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી અને આરોપીઓને ઝડપી લીધા હતા.


કોઈ ના કરે તે ગુજરાતી કરી દેખાડે! ઉત્તરાયણ પહેલા માર્કેટમાં આવી ગઈ અવનવી વેરાયટીની ચીકી, જાણો શું છે ભાવ?


પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી. જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે પકડાયેલા ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં આરોપી કિશન સિંગ પેરોલ પર બહાર હતો અને આંગડિયા પેઢી કર્મચારી ઓ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આસાનથી આરોપી ઝડપાઈ ગયા છે..જો કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube