ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં વેજલપુર પોલીસ પકડીને લાવેલ આરોપીનું મોત નિપજ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલએ ગઈકાલે રાત્રે વેજલપુરમાંથી જુગારધામ પકડાયું હતું. જેમાં પકડાયેલા સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં તબિયત બગડતા હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. અબ્દુલ કાદર શેખ નામના આરોપીનું મૃત્યુ નિપજ્યું છે. 


આ પણ વાંચો : ધારાસભ્યના વિવાદિત બોલ, ‘મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ કરનાર હજી સુધી પેદા નથી થયો’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલ અબ્દુલ કાદર શેખ નામના આરોપીને ગંભીર બીમારી હતી. તેને ગઈકાલે જુગારધામના આરોપમાં પકડવામાં આવ્યો હતો. સાત આરોપીઓને એરેસ્ટ કરવાની કામગીરી પણ બાકી હતી. કોરોના ટેસ્ટ બાદ તમામ આરોપીઓને ધરપકડ કરવાની હતી. તે પહેલા જ અબ્દુલ શેખનું મોત નિપજ્યું હતું. પીઆઈ એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આરોપીના મોતને લઈને તપાસ શરૂ કરાઈ છે. 


આ પણ વાંચો : 125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે