રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના માણેજામાં આવેલા પેથોલોજી લેબમાં કામ કરતી મહિલા કર્મચારીએ પેથોલોજી લેબમાં જ કામ કરતા નિવૃત્ત એરફોર્સના જવાન સામે છેડતીના આક્ષેપ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મહિલા કર્મચારીએ તેના પતિને જાણ કરતા પતિ-પત્નીએ ભેગા મળી લેબમાં નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદને ઢોર માર માર્યો હતો. તેમજ મહિલાના પતિએ લેબમાં ઘુસી તોડફોડ કરી હતી. જેના કારણે નિવૃત્ત એરફોર્સના જવાને પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત


મહત્વની વાત છે કે નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદે પેથોલોજી લેબમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં ફરીયાદી મહિલા અને તેના પતિ લેબમાં ઘુસી નિવૃત્ત જવાનને માર મારતા નજરે પડે છે. ફરીયાદી મહિલા ઝાડૂથી જવાનને મારે છે.


વધુમાં વાંચો: MS યુનિવર્સીટીમાં ઉત્તરવહી કાંડ સામે આવતા ખળભળાટ, આ રીતે આચરવામાં આવતું કૌભાંડ


નિવૃત્ત એરફોર્સના જવાને મહિલા કર્મચારીના છેડતીના આરોપો ખોટા હોવાનો આક્ષેપ કરી બીજા સીસીટીવી ફૂટેજ પોલીસને સોપ્યા છે. નિવૃત્ત જવાને મહિલા પર આક્ષેપ કર્યો છે મહિલા રાતના સમયે અંધારામાં તેના બોયફ્રેન્ડ સાથે લેબમાં રંગરેલીયા મનાવતી હતી જેને આ લેબમાં ન કરવા ટકોર કરતા ખોટી ફરીયાદ ઉપજાવી કાઢી છે.


વધુમાં વાંચો: રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી બન્ને ડેમમાં ઠાલવાશે નર્મદા નીર


સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે ફરીયાદી મહિલા તેના બોયફ્રેન્ડ સાથે લેબમાં રંગરેલીયા મનાવે છે. હાલમાં મકરપુરા પોલીસે મહિલા કર્મચારીની ફરિયાદ લઈ નિવૃત્ત એરફોર્સ જવાન દિનેશ પ્રસાદની ધરપકડ કરી છે. તો મહિલા અને તેની પતિની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...