જાપ્તામાંથી આરોપી ફરાર થવાનો મામલો : અમદાવાદ પોલીસે આરોપીની હાથકડી છોડી હોટલમાં વેઈટર બનાવ્યો હતો
સુરેન્દ્રનગર (Surendra Nagar) ના ધ્રાંગધ્રામાંથી આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની બેદરકારી સામે આવી છે. આ કેસમાં એક સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પાસે હોટલમાં ભોજન પિરસાવ્યું હતું તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, આરોપીના હાથમાં હાથકડી પણ બાંધેલી નથી. આમ, આ કેસમાં પોલીસની બેદરકારીથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થયો છે.
અમદાવાદ :સુરેન્દ્રનગર (Surendra Nagar) ના ધ્રાંગધ્રામાંથી આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની બેદરકારી સામે આવી છે. આ કેસમાં એક સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પાસે હોટલમાં ભોજન પિરસાવ્યું હતું તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, આરોપીના હાથમાં હાથકડી પણ બાંધેલી નથી. આમ, આ કેસમાં પોલીસની બેદરકારીથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થયો છે.
‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ : 4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસની બેદરકારી સામે આવી છે. અમદાવાદ પોલીસ સાબરમતી જેલમાંથી ડબલ મર્ડરના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને લઈને મોરબી જવા નીકળી હતી. જ્યાં સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રાની હોટલમાં પોલીસ રોકાઈ હતી. અહીં પોલીસે આરોપીને વેઈટર બનાવ્યો હતો. અને આ જ તકનો લાભ લઈને ડબલ મર્ડરનો આરોપી ફરાર થઈ ગયો હતો. બે-બે મર્ડર કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના PSI હર્ષપાલસિંહ જેનાવત ઉપરાંત કોન્ટેબલ રાજુભાઇ બારીયા, દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભા સામે બેદરકારીની ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે
અમદાવાદ પોલીસના PSI અને 3 કોન્સ્ટેબલોએ ડબલ મર્ડરના આરોપી પાસે ભોજન પિરસાવ્યું હતું. સાથે જ આરોપીના હાથમાં હાથકડી પણ બાંધી નહોતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :