ઉના:  શહેરમાં થયેલ 60 લાખની ચકચારી આંગડિયા લૂંટનો ગણતરીના દીવસોમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસે ભેદ ઉકેલ્યો છે. 17.57 લાખના મુદામાલ સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ ગીર સોમનાથના ઉના શહેરમાં પટેલ સોમાભાઇ રામદાસ આંગડીયા પેઢીના કર્મચારી બાબુભાઇ પોતાના આંગડીયા પેઢીની રોકડ રૂપિયા તથા હીરા-દાગીનાના પાર્સલ એક થેલામાં ભરી વહેલી સવારે ઉના બસ સ્ટેન્ડથી મહુવા ભાવનગર જઇ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે દરમ્યાન ઉના બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સોએ બાબુભાઇ પાસે રહેલ થેલાની ઝુંટ મારી લુંટ કરી નાસી ગયા હતા. જે કેસની ગંભીરતાને ધ્યાને લઈને ગીરસોમનાથ જિલ્લા પોલીસની એલ.સી.બી., એસ.ઓ.જી., સહિતની બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી હતી. ઝીણવટપુર્વક નેત્રમ સી.સી.ટી.વી. ફુટેજો તેમજ પોકેટ કોપ સર્ચ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આ ગુનામાં વપરાયેલ સફેદ કલરની ફોર વ્હીલ કાર શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. જેના આધારે ગુનાને અંજામ આપનાર આરોપીઓને મુદામાલ સાથે આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યા હતા. 


ઝડપાયેલા આરોપીઓ અને અન્ય સહ આરોપીઓએ મળીને કાવતરૂ રચી લૂંટ પાર પડવા તા.૧૭/૧૦/૨૦૨૧ ના રોજ આરોપીઓને પ્રથમ રસ્તા અને રૂટ બાબતે રેકી કરી હતી. ૧૯/૧૦/૨૦૧ના રોજ આ ગુન્હાને અંજામ આપ્યો હતો. ગુનાનો માસ્ટર માઈન્ડ બાબુસીંહ ઉર્ફે ભોપો મનુસીંહ ડાભી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે ૨૦૧૧ ના વર્ષમાં સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા પો.સ્ટે. માં રૂ.૪,૫૦,૦૦૦/-ની લુંટના ગુન્હામાં અગાઉ પકડાઇ ચુક્યો છે. ૨૦૧૪ના વર્ષમાં વિરમગામ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જુગારના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. હાલના આરોપીઓના કોર્ટ દ્વારા 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. 


ઝડપાયેલા આરોપીઓ...
(૧) બાબુસીંહ ઉર્ફે ભોપો મનુસીંહ ડાભી રહે.વિરમગામ
(૨) નરેશ ઉર્ફે રાણો પ્રહલાદભાઇ મોરસાડીયા ઠાકોર રહે.ડુમાણા તા.વિરમગામ
(3) જય ઉર્ફે જયલો અર્જુનભાઇ માલવી રહે.સીધ્ધપુર (પાટણ) જી.પાટણ
(૪) નિલેષ ઉર્ફે વિપુલ પ્રવિણભાઇ પરમાર રહે.સીધ્ધપુર (પાટણ) જી.પાટણ


આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ...
(૧) રોકડ રૂપિયા ૧૨,૮૪,૮૫૦/
(૨) હીરા પાર્સલ કી.રૂ.૩,૫૦,૦૦૦/
(૩) ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સેલેરીયો જેના રજી.નં.GJ-27-BE-7601 ની કી.રૂ.૧,૦૦,૦૦૦/
(૪) મોબાઇલ નંગ-૫ કી.રૂ.૨૩,૦૦૦/ (૫) કબ્જે કરેલ મુદામાલ કુલ રૂપિયા ૧૭,૫૭,૮૫૦/