ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પર ચંપલ ફેંકવાની ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયધીશ અને ઓડિશા
હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી ઉપર ચંપલ ફેંકનાર આરોપીને, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 18 મહિનાની સજા ફટકારાઈ છે. જોકે, લાંબા સમયથી આ કેસ ચાલ્યો ન હતો. આખરે 10 વર્ષ બાદ કેસ ચાલતા જજ પર ચંપલ ફેંકવાની ઘટનામાં આરોપીને સજા ફટાકારાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 ના રોજ બની હતી આ ઘટના 
પ્રાપ્ત માહિતી અનુસાર, 11 એપ્રિલ 2012 રોજ આ ઘટના બની હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયધીશ અને ઓડિશા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી કોર્ટ રૂમમાં હાજર હતા. ત્યારે ભવાનીદાસ માયારામ બાવાજી નામના શખ્સે તેમના પર વારાફરતી બે ચંપલ ફેંક્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આરોપીનો કેસ વર્ષો સુધી ચાલતો ન હોવાથી તેણે ગુસ્સામાં આવીને આ હરકત કરી હતી. ભવાનીદાસ મૂળ ઉપલેટાના ભાયાવદરનો વતની હતો.


બેરોજગાર બનેલ અને કોર્ટના ધક્કા ખાઈ કંટાળેલ આરોપીએ આવું કેમ કર્યું 
ન્યાયાધીશ પર ચંપલ ફેંકવાનું કારણ ભવાનીદાસે જણાવ્યું હતું કે, તે ચાની કીટલી દ્વારા ગુજરાન ચલાવે છે. નગરપાલિકાએ તેને આ કીટલી ચલાવવા પરમિશન ન આપી. જેથી તેઓ ગોંડલ સેશન્સ કોર્ટમાં ગયા હતા. જ્યાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. પરંતુ નગરપાલિકાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ભવાનીદાસની કીટલી ફરી બંધ થઈ હતી. બેરોજગાર બનેલ ભવાનીદાસ માટે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ હતું. એટલુ જ નહિ, ગુજરાત હાઈકોર્ટમાં આવવા માટે ઘણા સમયથી લોકો પાસેથી ઉછીના તથા ભીખ માંગીને પૈસા ઉઘરાવી હાઈકોર્ટના કેસના કામે આવવુ પડતું હતું. તેમાં પણ કેસ લાંબા સમય સુધી ચાલતા તે ગુસ્સે થયા હતા. તેથી તેણે જજ પર ચંપલ ફેંક્યુ હતું.