પાપ છાપરે ચઢીને પોકાર્યું...23 વર્ષની ઉંમરે હત્યા કરી ભાગેલો આરોપી 28 વર્ષ બાદ ઝડપાયો, જુઓ શું હતી ઘટના?
કહેવાય છે ને કે કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે. જીવનમાં કરેલી ભૂલો અને ગુનાનું પરિણામ પણ આ જ જન્મમાં ભોગવવું પડે છે. આ તથ્ય સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાર્થક કર્યું છે. ગુનો કરી નાસી છૂટ્યા બાદ પોલીસથી તમે બચી શકશો આ વહેમ દૂર કરી લેવો જોઈએ.
ચેતન પટેલ/સુરત: કહેવાય છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ આ કહેવત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફરી એક વખત સાબિત કરી બતાવી છે. ગુનો કરીને આરોપી ગમે તેટલો સાતિર હોય પણ પોલીસ તેને સુધી ક્યારેક ને ક્યારેક તો પહોંચી જ જાય છે. વર્ષ 1995 માં સુરતના પાંડેસરામાં કરેલી હત્યાનો ભેદ 28 વર્ષ બાદ ઉકેલાયો છે. હત્યા કરી નાસી છૂટેલ આરોપીને 28 વર્ષ બાદ ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે.
Holashtak 2023: જાણો કઈ તારીખથી શરૂ થાય છે હોળાષ્ટક, હોલિકા દહનનો આ છે શુભ સમય
કહેવાય છે ને કે કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે. જીવનમાં કરેલી ભૂલો અને ગુનાનું પરિણામ પણ આ જ જન્મમાં ભોગવવું પડે છે. આ તથ્ય સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાર્થક કર્યું છે. ગુનો કરી નાસી છૂટ્યા બાદ પોલીસથી તમે બચી શકશો આ વહેમ દૂર કરી લેવો જોઈએ. જુવાનીમાં કરેલી ભૂલ અને ગુનાહિત પ્રવૃત્તિનું પરિણામ જીવનના અંતિમ પડાવમાં પણ ભોગવવાનો વારો આવી શકે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રવાસીઓને મળી મોટી ગિફ્ટ, આ બે સ્થળો વચ્ચે શરૂ થઈ હેલીકોપ્ટર સેવા
સુરતના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલ બે યુવકોમાંથી એકને આધેડ વયની ઉંમરે ઝડપી ઝડપી પાડવામાં આવ્યા છે. 23 વર્ષની ઉંમરે મિત્ર પર અવિશ્વાસ રાખી હત્યા કરી ઓરિસ્સા અને ત્યારબાદ કેરેલા નાસી છૂટ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પોલીસને માહિતી મળી હતી કે આરોપી હાલ કેરળ રાજ્યમાં મિસ્ત્રી કામ કરે છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી કેરળ રાજ્યના અદૂરગામ ખાતેથી આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ હત્યા કરી ત્યારે તેની ઉમર 23 વર્ષની હતી અને આરોપી પકડાયો ત્યારે તે 52 વર્ષનો થયો હોવાની માહિતી બહાર આવી હતી.
મહિલાઓ કેમ કરે છે સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ? ગુજરાતમાં થયેલા સર્વેમાં ચોંકાવનારા તારણ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે આરોપી કૃષ્ણપ્રધાનને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ ૧૯૯૫ની સાલમાં આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં રહી કારખાનામાં મજુરી કામ કરતા હતા. તેઓ સાથે કામ કરતા હતા અને રૂમમાં ભાડે પણ સાથે જ રહેતા હતા. આ દરમિયાન મિત્ર શિવરામ ઉદય નાયક કામકાજમાં, રોજની દૈનિક કાર્ય શૈલીમાં, અને જુદી જુદી વાતોમાં તે તેની સાથે રહેતા સાગરીતોને અવિશ્વાસમાં રાખતો હતો.
ચેતજો ભઈ! અમદાવાદના આ વિસ્તારોમાં 10 ઝોલા છાપ ડોક્ટરો પર તવાઇ, AMC એ બનાવી યાદી...
ઉપરાંત તે હર હંમેશ જૂઠું બોલીને તેઓને ગદ્દારી કરતો હતો તેવો વહેમ રાખી ગત તારીખ 04-03-1995 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં શિવરામ નાયકને ઘરેથી વાત કરવાના બહાને બહાર લઇ જઈ તલવાર અને ચાકુથી મિત્ર કૃષ્ણ પ્રધાન અને બિરેન શેટ્ટી નામના વ્યક્તિઓએ હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ લાશને ગૌતમ નગર સ્થિત નહેરમાં નાખી ફરાર થઇ ગયા હતા. આરોપી વર્ષ 1995 માં થયેલી હત્યામાં બે આરોપી નાસ્તા ફરતા હતા. આરોપીએ હત્યાના ગુનાને અંજામ આપી તાત્કાલિક સુરત છોડી જતા રહ્યા હતા. હત્યા કરી ત્યારે તેની ઉમર ૨૩ વર્ષ હતી અને પકડાયો ત્યારે તેની ઉમર ૫૨ વર્ષ છે. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે.
રાજકોટ મનપાના પાપે યુવકનું કરૂણ મોત, માથામાં સળિયો આરપાર થતાં લોહીના ફૂવારા ઉડ્યા!
આરોપી તેના વતન જય વતનમાં રહેલી તેની સાયકલને વેચીને ઘર ખાલી કરી મૂળ ગામથી પરિવાર સહીત કોઈ અન્ય શહેરમાં સ્થળાંતરીત થઇ ગયો હતો. આરોપીએ નવા આધાર પુરાવા બનાવી લઈ કાયમી વસવાટ કરવા માંડ્યો હતો. જેથી પોલીસની ટીમને જે તે સમયે તે તેના મૂળ વતનથી મળી આવ્યો ન હતો. અને કેસ વણ ઉકેલાયો જ રહ્યો હતો.