તેજસ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સૂઈ રહેલી 8 માસની બાળકી પર એસિડ એટેક (Acid Attack) કરવામાં આવ્યો. એસિડ એટેકથી ઘાયલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે એસિડ ફેંકનાર શખ્સ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસને એસિડ એટેક કરનાર બાળકીનો કોઈ નજીકનો કુટુંબીજન હોવાની આશંકા છે. જે ઘરમાં સુતેલી બાળકી ઉપર એસિડ ફેંકીને ભાગી ગયો હતો.  


Live : મોદી સમાજ પર ટિપ્પણી કેસ : રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કહ્યું, ‘નોટ ગિલ્ટી....’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બાદ ચાલાસણ ગામમાં અરેરાટી ફેલાઈ હતી. કેવી રીતે કોઈ માસુમ બાળકીને આવી નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી શકે છે તેવી ચર્ચા થઈ હતી. ત્યારે પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મોટી ચેલેન્જ બની ગયો છે. બાળકીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે. 8 માસની બાળકીના મોત અંગે હજુ તપાસ ચાલુ છે અને બાળકીનું પેનલ પીએમ કરીને મોતના ચોક્કસ કારણની તપાસ થશે. 


દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો


જ્યારે માતાએ જોયું તો બાળકી ઘોડિયામાં સૂતી હતી. તેના બાદ કોઈએ માતાની નજર ચૂકવીને બાળકી ઉપર એસિડ નાંખ્યું હતું. ત્યારે હાલ પોલીસ માતાપિતાની પૂછપરછ કરી રહી છે. બાળકીના મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :