રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં હાલ એમએસયુનો એસિડ એટેકની ધમકી કેસની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. એમએસ. યુનિની વીપી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપવા મામલે પોલીસે આજે ધમકી આપનાર ઝુબેર પઠાણને કુકડો બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને કુકડો બનાવી કુકડે કૂક બોલાવડાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હું હવે યુનિવર્સિટીમાં હોબાળો નહીં કરું 
વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે હાલમાં જ ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝુબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઝૂબેર પઠાણે કબૂલ્યું હતું કે, હું હવે યુનિવર્સિટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ક્રાઈમ બ્રાન્ચે આજે આરોપી ઝુબેર પઠાણને કુકડો બનાવી તેને કુકડે કુક બોલાવડાવ્યું હતું. તેની પાસેથી બોલાવડાવ્યું હતું કે, હું એમ. એસ. યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરું છું. હું આજ પછી કોઈ દિવસ છોકરીઓની છેડતી કે ગુંડાગર્દી નહી કરું. આમ, હાલ ઝુબેરનો કુકડો બનતો વીડિયો સામે આવ્યો છે.



યુનિવર્સિટી ગેટ પર આઈકાર્ડનું ચેકિંગ શરૂ કરાયું
વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલીની ધમકી મામલે હવે એમએસ યુનિવર્સિટીનું તંત્ર સાબદુ થયું છે. આજે યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા પહેલા તેઓનું આઈ-કાર્ડ ચેકિંગ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના તમામ પ્રવેશદ્વાર પર ખાનગી ગાર્ડ, વિઝિલન્સ સ્ક્વોર્ડ અને પોલીસ પહેરો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં પણ CCTVના આધારે સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટે આઈ-કાર્ડ વિના આવેલા વિદ્યાર્થીઓ અને અસામાજિક તત્વોને પ્રવેશ નહીં આપવાનું કડક સૂચન કરવામાં આવ્યું છે.



ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે વાત કરીએ તો વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા અને અન્ય વિદ્યાર્થિનીએ એસિડ નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઝૂબેર પઠાણ સહિત આઠ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવીને ધમકી આપી હતી. પોલીસે પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી. સમગ્ર મામલે વડોદરા NSUIના પૂર્વ પ્રમુખ ઝૂબેર પઠાણ પર આરોપ લગાવ્યો હતો. યુનિવર્સિટીને ફરિયાદ કર્યા બાદ વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રાએ પોલીસ કમિશનર અને DSPને આ અંગે રજૂઆત કરી હતી.