પ્રાંતિજ: ગુસ્સો હંમેશા વિનાશ નોતરે છે. માણસ ગુસ્સામાં હોય ત્યારે તે કંઇ વિચાર્યા વિના નિર્ણય થઇ શકે છે. ક્યારેક ગુસ્સાના લીધે નુકસાન વેઠવાનો વારો આવે છે. આવો એક કિસ્સો પ્રાંતિજ (Pratij) માંથી સામે આવ્યો છે. પ્રાંતિજના રહીશની એક્ટિવા (Activa) માં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી પરંતુ શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન આવતાં કંટાળી એક્ટિવા (Activa) ચાલકે ગુસ્સે ભરાઇને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજ (Pratij) ના રહેવાસી વિજયભાઇ ભોઇએ પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલા શો રૂમમાંથી થોડા સમય પહેલાં એક્ટિવા ખરીદી હતી અને તેઓ અહીં સર્વિસ કરાવતા હતા. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં તેમણે અહીં શો રૂમમાં એક્ટિવા સર્વિસ માટે મુકી હતી. 


જ્યારે તેઓ એક્ટિવા (Activa) લેવા માટે આવ્યા હતા પરંતુ તેમની એક્ટિવા (Activa) ની યોગ્ય સર્વિસ કરવામાં ન આવી હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે શો રૂમના માલિકને આ આંગે ફરિયાદ કરતાં તેમને યોગ્ય પ્રત્યુતર ન આપ્યો હતો. જેથી વિજયભાઇ ગુસ્સે ભરાયા હતા તેમણે એક્ટિવાને શો રૂમ આગળ જ સળગાવી દીધી.  


આ ઘટનાના પગલે જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. થોડીવારમાં ફાયર ફાઇટરે આવીને એક્ટિવાની આગને ઓલવી હતી. જોકે આ સમગ્ર મામલે શો રૂમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક્ટિવાની યોગ્ય રીતે સર્વિસ કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube