રાજ્યમાં ચોમાસુ જામ્યું: 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, કામરેજ-ગણદેવીમાં 7 ઇંચ વરસાદ
રાજ્યમાં ધીમે ધીમે હવે ચોમાસું જામતું જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં ધીમી ધારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ૨૨૫ મી.મી., એટલે કે, નવ ઇંચ જેટલો, જ્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૭૮ મી.મી. અને નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૭૮ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ગાંધીનગર: રાજ્યમાં ધીમે ધીમે હવે ચોમાસું જામતું જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં ધીમી ધારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ૨૨૫ મી.મી., એટલે કે, નવ ઇંચ જેટલો, જ્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૭૮ મી.મી. અને નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૭૮ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ, જેસરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ઓલપાડ તાલુકામાં ૧૬૮ મી.મી., કપરાડામાં ૧૬૮ મી.મી. અને ખેરગામ તાલુકામાં ૧૫૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં છ ઇંચથી વધુ જ્યારે ચીખલી તાલુકામાં ૧૪૨ મી.મી. સુરત-શહેરમાં ૧૪૧ મી.મી., પારડીમાં ૧૩૪ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ અને વાંસદા તાલુકામાં ૧૨૨ મી.મી., બારડોલી તાલુકામાં ૧૨૦ મી.મી., ખંભાત અને વઘઇમાં ૧૧૧ મી.મી., વાપીમાં ૧૦૮ મી.મી., બરવાળામાં ૧૦૫ મી.મી., જલાલપોરમાં ૧૦૩ મી.મી. અને નવસારીમાં ૧૦૨ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: મેઘતાંડવને પગલે ભાદ્રોડી અને બગડ બની ગાંડીતુર
આ ઉપરાંત મહુવા તાલુકામાં ૯૫ મી.મી., વલસાડમાં ૯૫ મી.મી., પાલીતાણા-રાણપુર-પલસાણામાં ૯૪ મી.મી, ઉમરગામમાં ૮૮ મી.મી. હાંસોટમાં ૮૭ મી.મી. મહુવા(ભાવનગર)માં ૮૬ મી.મી., અંકલેશ્વરમાં ૮૫ મી.મી., ડોલવણમાં ૮૪ મી.મી. તળાજામાં ૭૬ મી.મી., ધંધૂકામાં ૭૩ મી.મી. મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને માંગરોળ તાલુકામાં ૭૦ મી.મી., બોટાદ અને વલસાડમાં ૬૯ મી.મી., વડગામ અને ધરમપુરમાં ૬૬ મી.મી., સંતરામપુર અને મેંદરણામાં ૬૩ મી.મી., શિહોરમાં ૬૧ મી.મી. નસવાડી અને વાલીયામાં ૬૦ મી.મી., ખેડબ્રહ્મામાં ૫૮ મી.મી., ડેડીયાપાડામાં ૫૪ મી.મી., થરાદમાં ૫૩ મી.મી., દાંતીવાડા અને ઘોઘામાં પર મી.મી., તલાળામાં ૫૦ મી.મી. અને ચોર્યાસીમાં ૫૦ મી.મી. મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Video: વલસાડઃ તિથલના દરિયામાં હાઇટાઇડ, મોજાની મજા માણવા પહોંચ્યા લોકો
આ ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૫.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજિયનમાં ૧.૩૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૭.૪૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૭.૦૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૪.૨૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૩.૨૧ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.